Friday 7 September 2012

Gujkaavya-6





તમન્ના

જીવન આ આપ વિના હવે જાણે મંજુર નથી,
મૃત્યુ આપ સાથે આવે, બસ એ જ તમન્ના છે,
સમય તો ખુબ ટુંકો લાગ્યો તમારા ઇંતજારમાં,
લાખ જનમ રાહ જોવાની, બસ એજ તમન્ના છે,
સાથ તમારો માંગતો નથી, બસ એટલી જ આશા રાખું છું,
એક પળ મુજને યાદ કરી લેજો, બસ એજ તમન્ના છે,
ભાગ્યમાં મારા નથી આપ હું જાણું છું છતાં,
દરેક દુઆમાં આપ જ હો, બસ એ જ તમન્ના છે.
આપ નામના મૃગજળ ને હંમેશા ઝંખતો રહ્યો છું,
સ્વપ્ન મારું કદી ન પતે હવે, બસ એજ તમન્ના છે.
દિલ જે આપે બહુ પહેલા જ તોડી દીઘું છે,
તુટ્યા દિલે તમને ચાહવાની, બસ એ જ તમન્ના છે.
જાણે તમારા પ્રેમના સહારે જ હું જીવી રહ્યો છું,
શ્વ્વાસ હવે આ થમી જાય, બસ એ જ તમન્ના છે. પ્રેમ મારો માપવો આપના માટે અશક્ય છે,
મારા ગયા પછી તમને સમજાય, બસ એ જ તમન્ના છે.
જીવન આ આપ વિના હવે જાણે મંજુર નથી
મૃત્યુ આપ સાથે આવે, બસ એ જ તમન્ના છે.



Wednesday 5 September 2012

Gujkaavya-5





ખરા છો તમે
બેહદ ચાહું છું તમને તે
ખબર છે તમને છતાં અજાણ
બનો છો, ખરા છો તમે,
જાણંુ છું હું તમારા પણ હૃદયના એક ખૂણામાં
જગ્યા છે થોડી મારી
છતાં તે ખાલી રાખો છો, ખરા છો તમે
ખબર છે તમારું પણ હૃદય
વ્યાકુળતા અનુભવે છે મારાથી,
હું પુછું તો કહો છો ચુપ રહો નેખરા છો તમે
કહું હું આવું છું મળવા તમને
હા-ના કહેવાને બદલે હંિમત છે
કહી વાત બદલો છો, ખરા છો તમે,
તમને યાદ નહી કરવાના કસમ
વારંવાર લેવા છતાં હરઘડી
                                        યાદ જ આવ્યા કરો છો
                                                                     ખરા છો તમે!

Saturday 1 September 2012

Gujkaavya-4



યાદો એમની છોડી કે...

યાદો અમે છોડી કે,
તેમણે છીનવી લીધી
અમારા દિલમાં માયુસી છોડી દીધી
વિશ્વ્વાસની દોરીમાં જંિદગી જોડી દીધી.
નાદાનીમાં એમણે પ્રીતની દોર તોડી દીધી
હતા ક્યારેક અમે તેમની પ્રીતમાં પલળતા
પ્રકાશ પાથરી અમારા પર વીજળી છોડી દીધી
જેના નામ પાછળ અમે અમારી જંિદગી રોડી દીધી
એમણે મજાકમાં મૃગજળની રેતીમાં અમારી
રેખાઓ બોળી દીધી.