Friday 7 September 2012

Gujkaavya-6





તમન્ના

જીવન આ આપ વિના હવે જાણે મંજુર નથી,
મૃત્યુ આપ સાથે આવે, બસ એ જ તમન્ના છે,
સમય તો ખુબ ટુંકો લાગ્યો તમારા ઇંતજારમાં,
લાખ જનમ રાહ જોવાની, બસ એજ તમન્ના છે,
સાથ તમારો માંગતો નથી, બસ એટલી જ આશા રાખું છું,
એક પળ મુજને યાદ કરી લેજો, બસ એજ તમન્ના છે,
ભાગ્યમાં મારા નથી આપ હું જાણું છું છતાં,
દરેક દુઆમાં આપ જ હો, બસ એ જ તમન્ના છે.
આપ નામના મૃગજળ ને હંમેશા ઝંખતો રહ્યો છું,
સ્વપ્ન મારું કદી ન પતે હવે, બસ એજ તમન્ના છે.
દિલ જે આપે બહુ પહેલા જ તોડી દીઘું છે,
તુટ્યા દિલે તમને ચાહવાની, બસ એ જ તમન્ના છે.
જાણે તમારા પ્રેમના સહારે જ હું જીવી રહ્યો છું,
શ્વ્વાસ હવે આ થમી જાય, બસ એ જ તમન્ના છે. પ્રેમ મારો માપવો આપના માટે અશક્ય છે,
મારા ગયા પછી તમને સમજાય, બસ એ જ તમન્ના છે.
જીવન આ આપ વિના હવે જાણે મંજુર નથી
મૃત્યુ આપ સાથે આવે, બસ એ જ તમન્ના છે.



No comments:

Post a Comment