Sunday 5 August 2012

Gujkaavya-1





  તો શું કરૂ?

યાદ તારી આવે તો શું કરૂ?
સમણાં નિત સતાવે તો શું કરૂ?
પ્રેમ તારો મુનજને પહોચાડે પરાકાષ્ઠાએ ,
પ્રેમ એવો તું જતાવે તી શું કરૂ?
નયન ભીના થયા,તારા સ્મરણ થતા,
લાગણી એવી બતાવે તો શું કરૂ?
એકલતા કોરી ખાતી મુજને હવે,
તારા વિના જીવન સુનું લાગે તો શું કરૂ?
પ્રણય માં થઇ ગયો છુ સાવ પાગલ,
તું હોય ત્યાં ‘વેદ’ આવે તો શું કરૂ? 


જીવન   ની  છાની  હું  એક  વાત  કરું  છુ
      રોજ  રાતે  એની  શાથે   મુલાકાત  કરું  છુ ."
      ડૂબું  છુ  સંધ્યા  એ  હું  એનાજ  વિચારોમાં
      એમ  એના  સ્વપનો  ની  આયાત  કરું  છુ ."
     મિલન  રાત્રી  નું  એ  સ્વપનુજ  હોય  છે 
     એ  ખ્વાબોના  કયાલે  હું  પ્રભાત  કરું  છુ ."
     આખો  છે  લાલ  , તેનું  કારણ  જુદું  છે 
     માને  છે  લોકો  કે  અસરુપાત  કરું  છુ ."
     જીવું  છુ  એમ  હું , બસ  રાત્રી  એ  રાત્રી  એ
ને  દિવસે  દરરરોજ  આપધાત  કરું  છુ

પાણી  નથી , આ  કાચ  છે  તૂટી  જશે ,
     આ  જિંદગીનો  જામ  છે  ફૂટી  જશે .
     છેડો  નહિ  હમણાજ  જંપી  છે  જરા
    દુખી  થયેલી  લાગણી  રુધિ  જશે .
     સાને કરો  છો  આટલું  મોડું  તમે ?
    ધીરજ  આમારી  આમતો  ખૂટી  જશે .
    વેર્યા  કારોના  રૂપને  ચારો  તરફ
    માનસ   નથી  સારા   બધા  લુટી  જશે .
     'અક્સર ' નથી  કાયમ  રહેવાનું  અહી
    ઢીલી   બાંધેલી  ગાંઠ છે  છુટી જશે .


તને   ખ્વાબમાં  લાવું  તો  શું  કરે ?
     અને  રોજ  તડપાઓ  તો  શું  કરે ?
     ભલેને  રહે  આભ  કોરું  સદા
     નર્યો  પ્રેમ  વરસવું  તો  શું  કરે ?
     ઉડે  છે  ઝૂલ્ફે  તોય  લાગે  ભાલા
    ધાતા  સાથે  સરખાવું  તો  શું   કરે ?
    'સત્યમ ' હૃદયે  નામ  તમારું  લખ્યું
    હૃદય  ખોલી  વાંચવું  તો  શું  કરે ?


મોસમ  મજાની  છે  અને  બસ  તું  નથી ,
 ખુશ્બુ  ધરાની  છે  અને  બસ  તું  નથી .
 દેખાય  છે  ક્યાં  કોઈ  પણ  રોનક  અહી  ,
 વસ્તી બધા  ની  છે  અને  બસ  તું  નથી .
  પાગલ  બન્યો  છુ  સાવ  તારી  યાદ  માં ,
 જલતી  જવાની  છે  અને  બસ  તું  નથી .
  કોને  કહું  મારી  વ્યથા  આ  ઈશ્ક  ની  ,
 તારી  કહાની  છે  અને  બસ  તું  નથી .
  આ  જામ  છે  ભરપુર   'અક્સર ' હાથ  માં ,
 કમી   નાસાની  છે  અને  બસ  તું  નથી .


કેમ  આવું  થાય  છે  તારા  વગર ,
 શ્યામ  જાણે   એકલા   રાધા  વગર .
  તત્વ  એવું  આખામાં  શું  હોય  છે  ?
 બે  હૃદય  જોડાય  છે  સાંધા  વગર .
 ભાગ્ય  જેવું  તો  જરૂર  કે  હોય  છે ,
 સ્વાસ  ચાલે  છે  હજુ  તારા  વગર .
 ફૂલ  ખીલી  જાય  છે  રણ  જંગલે ,
 બાદ  મોટા  થાય  છે  માતા  વગર .
  તું  વખાણે   જાય  છે  ઈમારત ,ખ્યાલ  કર
 કોઈ  ઉચે  જાય ના  પાયા  વગર .
  માનતા  'અક્સર ' ભલે  માની  તમે ,
 દર્દ  સારા    છે  બધા  વગર .

આખામાં  જાણે  હજી  પણ  આશ  છે ,
 અકે  મીધા  ગુધની  બસ  પ્યાસ  છે .
 આ  પ્રતીગ્નેય  અંતર  કેટલું  ?
 વેદનાની  આંખમાં  ભીનાશ  છે .
 ઝાંઝવા  શું  ચીજ  છે  જાણે  હરણ ,
 ધારણાઓ   તો  નર્યો  અભ્યાસ  છે .
 હોઢ  ની  રેખા  નદી  જો  હોત  તો ,
 એક  ઉનો  આકારો  નિશ્વાસ  છે .
 જાય  છે  વરસ્ય  વિના  ક્યાં  વાદળો ?
 આ  વરસવાની  ઋતુનો  માસ  છે .

©Yagnesh Shinde >>>

1 comment: